*મા કુષ્માંડા* ૨૯-૯-૨૦૨૨
એવું રૂમઝૂમ કરતું ચોથું નોરતું થયું રે,
આજે મા કુષ્માંડા નું નવલું નોરતું રે.
ગોરના કુવે નવદુર્ગા ટોળે વળ્યા છે રે,
નવરાત્રી ઉલ્લાસભેર ઉજવાય છે રે.
પીળા રંગની ચૂંદડી કેવી લહેરાય છે રે,
પીળા ફૂલોથી માંડવડી શણગારી છે રે.
ભાવના એ થકી આનંદ ઉત્સાહ છે રે,
પીળા રંગનાં રથડે નવદુર્ગા આવ્યા રે.
ચેહર મંદિરે સતની ધજા ફરફર ફરકે છે
પીળાને સફેદ ફુલોની રંગોળી બનાવી છે
ચોસઠ જોગણી ને પીળો રંગ ગમે છે રે,
પીળા રંગથી માડી જલ્દી પ્રસન્ન થાય રે.
નવદુર્ગા ને પીળા આભૂષણો શોભે છે,
સોનાનો મઢડો કેવો ઔલોકીક લાગે છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖