“મોબાઇલ”
“મોબાઇલ મારો દેવ છે, હું તે દેવનો દાસ,
તે મારું સાંભળે, હું તેનું સાંભળું,
ના સાંભળું બીજાની વાત,
ભૂખ તરસ વેઠી આપું સમય તેને,
પછી કેમ ન રાખું તેનું ધ્યાન ?
જીવથી પણ વધારે વહાલો,
જતન કરું જીવનભર તેનું,
એકાંત મારું દૂર કરે,
આપી સંગાથ દિવસ-રાત,
આવા મોબાઇલને દેવ કેમ
ના માનું ? તમે કહો યાર.”
*****
મોબાઇલ મારો દોસ્ત છે,
અને હું મોબાઇલનો યાર,
જેને આવવું હોય તે આવે,
અને જવું હોય તે જાય,
હું તો રહીશ એની દોસ્તીમાં,
પછી જે થવું હોય તે થાય.”
…..ગિરીશચંદ્ર એલ. ગાંધી.