ઓળખો તો ઔષધ”
*દેશી ઉપચાર:*
*ધાણા સ્વભાવે ઠંડા, ગરમી ને મારે દંડા*.
*લસણ કરે પોષણ,મેદ નું કરે શોષણ.*
*તીખું તમતમતુ આદુ, માણસ ઉઠાડે માંદુ.*
*લીંબુ લાગે ખાટું, રોગને મારે પાટું*.
*પીળી તૂરી હળદર, શરીર ની મટાડે કળતર*.
*મધમધતી હીંગ, રસોડાનો છે કીંગ.*
*ખાવ ભલે બટાકા, હીંગ બોલાવે ફટાકા.*
*કઢી માં મીઠો લીમડો, પ્રગટાવે આરોગ્યનો દિવડો.*
*પચાવવા લાડુ બુંદીનો,રોજ ખાઓ ફૂદીનો.*
*ખાવ કાળા મરી, સંસાર જાશો તરી.*
*કાળા મરી છે નકકર, મટાડે એ ચક્કર.*
*માપસર જમો, પછી ફાકો અજમો.*
* *તીખા લાંબા તમાલપત્ર, મજબૂત કરે મગજ નું તંત્ર.*
*નાના તલ, શરીર ને આપે બળ.*
*જીરા વાળી છાશ, પેટ માટે હાશ*....
*લીલી સૂકી વરિયાળી, જીંદગી બનાવે હરિયાળી.*
*લાલ તીખા મરચા, બીજે દિવસે બતાવે પરચા.*
*કજિયા નું મૂળ હાંસી, લવિંગ મટાડે ખાંસી*.
*વધુ ખાવાથી વાંધો, આંબલી દુખાડે સાંધો*.
*કાળુ કાળુ કોકમ,ખૂજલી માટે જોખમ*.
*પેટ ને માટે દુવા, તીખાતીખા સૂવા.*
*કમ્મર પર ના મારો હથોડા, રોજ ખાઓ ગંઠોડા*.
*મોં માંથી આવે વાસ, તો એલચી છે મુખવાસ.*
*ઝાડા કરે ભવાડા, જાયફળ મટાડે ઝાડા.*
*રોજ રોજ ખારો, ના લો તો સારો.*
*પથારી માંથી ઉઠ,ને ફાકવા માંડ સૂંઠ.*