ચાહત તો તારા દરેક શબ્દોથી છે
પણ તું ચૂપ થઈ જાય એ વાતનો ડર છે....
ચાહત તો તારી આંખોના એક એક પલકારાથી છે
પણ તારી આંખમાં આંસું ના આવી જાય એ વાતનો ડર છે
ચાહત તો મને તારી વર્ષોથી છે
પણ તું મળીને પણ ખોવાઈ જાય એ વાતનો ડર છે...
ચાહત તો તારા દરેક શ્વાસથી છે
પણ મારો શ્વાસ છુટી ના જાય એ વાત નો ડર છે...
અંતમાં,
ઈચ્છા તો રોજ થઈ જાય કરી દવ આ ચાહતનો ઈઝહાર
પણ સાંભળ્યું છે
આ ચાહત ક્યારેય પૂરી થતી નથી બસ એ વાતનો ડર છે
-Dave Yogita