ચાહતની સામે ચાહત મે જોઈ ,પણ અધૂરી ચાહતની કહાની મે જોઈ .
એકબીજાને ચાહનારા જોયા,પણ આઘાતમાં ડૂબતા પણ જોયા,
એકબીજાની કદર કરવા વાળા જોયા,પણ સમય આવે નફરત કરતાં જોયા,
ચાહતમાં દિલ બે કાબૂ કરતા જોયા,પણ એકબીજાની દૂર થયી જતા જોયા
ચાહતમાં એકબીજા સાથે વચન લેતા જોયા,અને વચન તોડતા પણ જોયા.
ચાહતમાં બરબાદ થયી જતા જોયા,પણ ફરી સાચું જીવન જીવતા ના જોયા.
ચાહતમાં દુનિયા આખીમાં પ્રેમ જોયો,પણ દુનિયા સમય આવે પ્રેમને ધિક્કારે તે જોયું.
.ચાહતની દુનિયામાં પ્રેમીઓ તો જોયા,પણ બેવફાઈ કરી બીજે ચાહત કરતા જોયાં.
ચાહત તો દુનિયાના દિલની ધડકન બની રહી,લોકો તેમાં સપડાઈ જતા જોયા.
ચાહત ,ચાહતમાં ફેર છે મિત્રો,સાચી ચાહત માતા -પિતાના આશીર્વાદ માં જોઈ.
-Bhanuben Prajapati