જેનું નામ સાંભળતા જ ચહેરે હાસ્ય ઉદ્દભવે એવા હોય મિત્રો,
હંમેશા સાથ નિભાવે છતાં ક્યારેય જતાવે નહીં એવા હોય મિત્રો,
દુઃખ સામે આડસ બની સુરક્ષિત રાખે એવા હોય મિત્રો,
ક્યારેક ઝઘડીને પણ પોતાનો હક જતાવે એવા હોય મિત્રો,
લોહીનો સબંધ નહીં છતાં દરેક સબંધથી વિશેષ એવા હોય મિત્રો,
ભટકીયે જો માર્ગથી તો સાચા રસ્તે ખેંચી લાવે એવા હોય મિત્રો,
દોસ્ત! મિત્રોની વાત માત્રથી ફરી જીવનથી માયા જાગે એવા હોય મિત્રો!
-Falguni Dost