રાખડી હો રાખડી,હરખે મારી આંખડી
રક્ષા બંધન દિન આજ ..હો રાખડી
ભાઈબહેન નો અનમોલ દિવસ છે
નિસ્વાથૅ પ્રેમ નો સાચો એ કોલ છે.
લાગણી નો દરિયો છે મારો વીરો
મારા માટે તો એજ સાચો હીરો
આંસુ લુછે ને મને હસાવે
રડી પડે ને મને રડાવે
ખુદ થી વધુ મને ચાહે
હંમેશા સાથ મારો ચાહે
પ્રેમ નું અનોખું બંધન નિભાવે
મારી રક્ષા કાજે જાન લુટાવે.
એક કાચા સુતર ના તાંતણે બંધાવે
સંબંધ અનમોલ એ કાયમ નિભાવે
પ્રભુ એક અરજ મારી સુણજે
ભાઈ નું દુઃખ મને તું ધરજે
કાયમ હસતો રહે મારો વીરો
સ્વસ્થ રહે તન મન,ધન થી મારો વીરો.
#Rakshabandhan