જયારથી હું લેખનની દુનિયામાં આવી અને મારું નામ મારા લેખનથી થવા લાગ્યું અને ઘણા લોકોના સંપર્કમાં આવતી થઈ. ત્યારબાદ ઘણા લોકો જયારે મારો સોસિયલ મીડિયા એકાઉન્ટમાં ફોટા જોતા ત્યારે પહેલાં એ સવાલ કરે એ ફોટો તમારો? એટલે કહું હા!પછી સવાલ નો દોર શરૂ થવા લાગે પછી અનેક પ્રકારની સલાહ સુચન આજ હું અહીં મારા વિશે રજુઆત કરી રહી છું શાયદ અતિશયોક્તિ લાગે પરંતુ ક્યાંક કોઈને સમજાય મારા શબ્દો
મને માયોપેથી નામની બીમારી છે આ બીમારી મને અઢી વર્ષ ની ઉંમરે તાવ આવ્યો ત્યારે તાણ ખેંચ આવી હતી અને એમ મારુ શરીર ખેંચાયું હતું. ખૂબ જ તાવ હતો ત્યારે મમ્મી અમારા ફેમિલી ડોક્ટર કે એની પાસે ઘરના બધા લોકો દવા લેતા ડોક્ટર બક્ષી એમની પાસે લઈ ગયા ત્યાં એમને મને ઇન્જેક્શન આપ્યું તાવ ઉતરી ગયો હતો. પછી મને કંઈ તકલીફ ના હતી પણ5 વર્ષની ઉંમરે ચાલતાં ચાલતાં પડી જતી પગમાંથી ચપલ નીકળી જતાં આ વાત મમ્મી પપ્પા ને ધ્યાનમાં આવી એટલે અહીં જામનગર આયુર્વેદમાં ડોક્ટર શુક્લ એ જોઈને કહ્યું મને માયોપેથી રોગ છે આ બીમારી નો ઈલાજ નથી. ધીમે ધીમે શરીરમાં રહેલા સ્નાયુઓના કોષ કામ કરતાં બંધ થઈ જાય અને શરીરના હાડકાં વળતાં જાય.
છતાંય મમ્મી પપ્પા એ મને શેક માલિશ કરાવતા. બાયોપ્સી કરવી રિપોર્ટ અમદાવાદ મોકલ્યો બીમારી નો ઈલાજ નથી એ આવ્યું .મેં ssc કરેલ છે
1993માં ઓપરેશન કરાવ્યું પગનું કાળા સડીયાવાળા બુટ પહેરીને ચાલતી પછી સ્કુલમાં ત્રીજા માળે થી નીચે પડી ત્યારબાદ બીક બેસી ગઈ એટલે ચાલતી નહીં પરંતુ ઘરના કામ કરી લેતી ટ્યુશન કરાવતી.
2015 માં ન્યુમોનિયા થયો એ જીવલેણ હતો ત્યારે નવ મહિના સુધી ઓક્સિજન પર પથારીમાં ત્યારબાદ ફરી એકવાર એ જ તકલીફ2017માં ત્યારથી સાવ પથારીવશ આ પરિસ્થિતિ માં પણ લેખનમાં ભગવાન શ્રી કૃષ્ણ કૃપાથી નામ છે પરંતુ આ સવાલનો દોર ખતમ નથી થતાં એમ નથી કહેતી સવાલ ના થાય પરંતુ દરેક સવાલ પર સલાહ ક્યાં સુધી?
હર્ષા દલવાડી તનુ
જામનગર