પ્રાર્થના: "તું મને ભગવાન એક વરદાન આપી દે"
તું મને ભગવાન એક વરદાન આપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે (૨)
હું જીવું છું એ જગત માં જ્યાં નથી જીવન
જિંદગી નું બસ નામ છે બોજ ને બંધન
આખરી અવતાર નું મંડાણ બાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે (૨)
તું મને ભગવાન એક વરદાન આપી દે
આ ભૂમિ માં ખુબ ગાજે પાપ ના પડઘમ
બેસૂરી થઇ જાય મારી પુણ્ય ની સરગમ (૨)
દિલરુબા ના તાર નું ભંગાણ સાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે (૨)
તું મને ભગવાન એક વરદાન આપી દે
જો તન માં જ્યાં લાગી છે સૌ કરે શોષણ
જોમ જાતા કોઈ અહિયાં ના કરે પોષણ (૨)
મતલબી સંસાર નું જોડાણ કાપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે (૨)
તું મને ભગવાન એક વરદાન આપી દે
ભાવાર્થ:આ પ્રાર્થના શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા શાળાના આરંભે ગાવામાં આવે છે.માનવી ને આ પૃથ્વી પરનું જીવન બોજ અને બંધનકર્તા,પાપ સભર, શોષણ કારક લાગે છે.આથી આ પ્રાર્થના થકી માનવી દ્વારા ભગવાન જ્યાં વસે છે ત્યાં પોતાને પણ ભગવાન ના સાનિધ્ય માં સ્થાન આપવા વરદાન માંગવામાં આવે છે.
ભાવાર્થ અને પ્રસ્તુતિ: ડો ભૈરવસિંહ રાઓલ