નિત્ય કિર્તન:
"તારી એક એક પળ જાય લાખની "
તારી એક એક પળ જાય લાખની,
તું તો માળા રે જપી લે સીતારામની,
તારી એક એક પળ જાય લાખની ...
ખાલી આવ્યા ખાલી જાશો,
સાથે શું લાવ્યા લઈ જાશો;
જીવન ધન્ય રે બનાવો ભક્તિભાવથી,
તું તો માળા રે જપી લે સીતારામની...
જૂઠા જગના જૂઠા ખેલ,
મનવા મારું તારું મેલ;
તું તો છોડી દેને ચિંતા આખા ગામની,
તું તો માળા રે જપી લે સીતારામની...
મેં તો મૂર્તિ રે નિહાળી સુંદર શ્યામ ની,
મને લાગી રે લગન, મન થઇ ગયું મગ્ન;
શી અદભૂત છટા જગતના નાથ ની,
તું તો માળા રે જપી લે સીતારામની...
મુજ મનમાં લાગી તાલાવેલી,
મારી આંખે આંસુડાં ની હેલી;
તમે ચેતીને ચાલો જમના મારથી,
તું તો માળા રે જપી લે સીતારામની...
મને વહાલા જાનકી નાથ,
મારા ચિત્તલડાના ચોર;
મેં તો મૂરતિ જોઈ છે,
મુજ વિશ્વનાથ ની,
તું તો માળા રે જપી લે સીતારામની ...
હૈયે લાગી તાલાવેલી,
આંખે આંસુડાની હેલી;
ભક્તો ચેતીને ચાલોને જમના મારથી,
તું તો માળા રે જપી લે સીતારામની...
ભક્તિ ખાંડા કેરી ધાર,
તેથી ઊતરવું ભવપાર;
જેને લાગી છે લગન ભગવાનમાં;
તે તો સુખેથી જાયે છે વૈકુંઠ ધામમાં,
તું તો માળા રે જપી લે સીતારામની ...
નિત્ય કિર્તન
રાગ: માલકૌંસ
સંકલન અને પ્રસ્તુતિકરણ:
ડો ભૈરવસિંહ રાઓલ