નિત્ય પ્રાર્થના: ગમે તે સ્વરૂપે
ગમે તે સ્વરૂપે, ગમે ત્યાં બિરાજો,
પ્રભુ મારા વંદન.. પ્રભુ મારા વંદન..
ભલે ના નિહાળું, નજરથી તમોને
મળે ગુણ તમારા, સફળ મારું જીવન
ગમે તે સ્વરૂપે…
જનમ જે અસંખ્ય મળ્યા તે ગુમાવ્યા,
ન કર્યો ધર્મ કે.. ન તમોને સંભાર્યા
હવે આ જનમમાં , કરું છું વિનંતી,
સ્વીકારો તમે તો, તૂટે મારા બંધન
ગમે તે સ્વરૂપે…
ભર્યા આ ભુમિ માં...છલોછલ અંધારા
કદમ ક્યાં થી ઉપાડે...આ જીવો બિચારા,
થતો જાય ઝાંખો પ્રતિદિન પ્રભુજી,
બતાવ્યો હતો તમે જે પંથ પાવન,
ગમે તે સ્વરૂપે...
મને હોંશ એવી.. ઉજાળું જગતને,
મળે જો કિરણ મારા ...મનના દિપક ને
તમે તેજ આપો... જલાવું હું જયોતિ
અમરપંથ ના સહુ ને કરાવો ને દર્શન
ગમે તે સ્વરૂપે…
સંકલન અને રજુઆત: ડો ભૈરવસિંહ રાઓલ