શૈલીને પ્રશાંત બિલકુલ પસંદ નહોતો, એણે પોતાનો મંતવ્ય મમ્મી પપ્પાને જણાવી જ દીધો હતો. છતાંય મમ્મી પપ્પાની જીદ હતી પ્રશાંત સાથે એને પરણાવવાની. એને શુભમ ગમતો હતો. પણ મમ્મી પપ્પાને એ જરાય ગમતો નહોતો. એણે નક્કી જ કરી લીધું હતું કે લગ્ન કરવા તો શુભમ સાથે. નહીંતર આજીવન કુંવારાપણું ભોગવવું. પણ મમ્મી પપ્પાની જીદ હતી. એણે લગ્નના દિવસે શુભમ સાથે કોર્ટમાં જઈ મેરૅજ કરી લીધાં. અને એની સાથે જતી રહી. અહીં શૈલીની શોધખોળ શરૂ થઈ. પોલીસમાં એફ. આઈ. આર. લખાવાઈ કે શુભમ શૈલીનું અપહરણ કરી ગયો.
હવે પ્રશ્ન એ છે કે આવા કિસ્સામાં કોણે કોનું અપહરણ કર્યું ગણાય?
કે જીવનનું સમયસુચક પગલું ભર્યું કહેવાય!!!!!
'ઊર્મિ'