મનુષ્ય જન્મે ત્યારથી પોતાના કર્મનું ફળ લઈને જન્મે છે.જ્યારે તેને કોઈ પ્રકારનું દુઃખ આવે ત્યારે લોકો જ કહે છે કે,એ તેના ગયા જન્મોનું ફળ ભોગવી રહ્યો છે.જાણીએ છતાં આ ધરતી પર આવ્યા પછી એવા કર્મ કરીએ છીએ કે તે પાપ કર્મનું ફળ બને છે.
જીવન અણમોલ છે.આ જન્મે જે કર્મનું ફળ મળ્યું તેવું આવતા ભવે દુઃખી ન થવાય એટલે સારા કર્મ કરવા જોઈએ.અપેક્ષા વિના કરેલ કર્મનું ફળ કુદરત સારું આપે છે.ગીતમાં કૃષ્ણ ભગવાને કહ્યું છે,કે હે..મનુષ્ય તું તારું કર્મ કરે જા,ફળની આશા રાખીશ નહિ.
-Bhanuben Prajapati