આત્માનો અવાજ
“સુણાતો હશે
શાયદ
સાદ તમને
મુજ સમાન
અંતરાતમનો
ધીરે ધીરે
ધીમે ધીમે
સદા
સૂચવતો ,
થાય છે અનુભૂત મને
છે ઉચિત આ
છે અનુચિત તે
મારે કાજે "
ના મિત્ર , ના માતા પિતા ,
ના ગુરુ ,
નહીં ઉપદેશક ,
ના સુજ્ઞજન કોઈ ,
અન્ય વા ,
જાણી , જણાવી શકે
પુર્ણ આસ્થાથી ,
અટલવિશ્વાસથી ,
આ વિશે ખરે !
અને તેથી જ,
રાખો શ્રદ્ધા
નિજ આતમમાં
અને
અનુસરો
તેની
અનુભૂતિને
નિજ સર્વોચ્ચ હિતમાં !
- રંતિદેવ વિ. ત્રિવેદી ' રવિ '
૦૯ - ૦૬ - ૨૦૨૨
🌹🙏🏻