...#... અહોઆશ્ચર્યમ્ ...#...
સૌથી પહેંલા તો સૌ પરિજનો ને જય ભોળાનાથ...🙏🙏🙏
કેમ છો બધાં? સુખમાં તો છો ને?
એ તો હોવ જ ને... જગતપિતાને એ જ પ્રાર્થના કરતો હોઉં છું હંમેશા કે,"મારા સર્વે પરિજનોનું કલ્યાણ કરે સુખ શાંતી અને મોજમાં રાખે "...
ચાલો આજ વાત કરીયે "આશ્ચર્ય"ની...
રુકો રુકો, આ "અહોઆશ્ચર્યમ્ " જેવું શિર્ષક વાંચીને આપ સૌ કોઇ નવાઇની કે ચમત્કારની કે કોઇ મઝાની વાતની આશા બાંધીને બેઠા હોવ તો થોભી જાવ...કારણકે પાછડથી આ આશા પર પાણી તો નહીં પણ કમલની કલમના કેર વર્તાવતા અંગારા ફરી વળે, મગજ સુન્ન થઇ જાય,આંખે એકવારના અંધારા આવી જાય(ભલે અંતમાં પછી આંખો ખૂલી જશે જ) તમ્મર ચઢી જાય તો એનો જવાબદાર હું નહીં. બિલકુલ નહીં.
તો વાત જાણે એમ છે કે," મારો એક ઝિણકોક પ્રશ્ન છે કે,"દોષી કોણ"???
વાત છે, આજના મોર્ડન યુગની... ફાઇ જી ના યુગની... મોબાઇલ અને ફાસ્ટફૂડના યુગની... મોર્ડન લાઇફસ્ટાઇની...
વાત છે, બેદરકારીની પરાકાષ્ઠાની, મોબાઇલના વળગણની,વિરુદ્ધ આહાર વિહારની,સ્વાસ્થ પ્રત્યેની ઉદાસીનતાની, વાત છે આજની રહેણીકરણીની,વાત છે "હાથે કર્યા હૈયે વાગ્યા" બાદ કરાતા દોષારોપણની....
એક ઘટનાને સંક્ષિપ્તમાં કહું, એક નવયુગલ.
મોજશોખમાં રહેતુ,(હોવું પણ જોઇયે પણ એક મર્યાદા સુધી) જમવાના ઠેકાણા નહીં,મજા આવે ત્યારે મન ફાવે એ ખાવાનું,૨૪*૭ મોબાઇલ પર રહેવાનું,પાર્ટીઓ,હરવા-ફરવાનું, ન ઉંઘવાનું સમયસર ન જાગવાનું સમયસર, માવતર બાળકનું કહે તો એવો જ ઉડાઉ જવાબ," જસ્ટ ચિલ્લલલલલ મોમ,ડેડ... હજુ તો વાર છે..."
પછી જ્યારે એમનો વારો આવ્યો છોકરા જણવાનો ત્યારે આવનાર બાળકે પણ કહી દીધું," જસ્ટ ચિલ્લલલલલ મોમ,ડેડ... હજુ વાર છે.
પછી થઇ ખરી દોડધામ શરુ...આ રિપોર્ટ,પેલો રિપોર્ટ ઢગલાબંધ રિપોર્ટ....
ઢગલાબંધ દવાઓ...છતાંય બધું વ્યર્થ...
ત્યાર બાદ શરુ થઇ, ઢગલાબંધ માનતાઓ... હવનો,પૂજાઓ, પત્થર એટલા દેવ કર્યા... છેવટ ઇશ્વરને દયા આવી,થયું કે ચાલો "છોરું કછોરું થાય માવતરથી એવું ન થવાય". (નોંધ : "કમાવતર" જેવા શબ્દનું હોવું જ અસ્થાને છે. આ શબ્દ જ ન હોય,કારણ કે માવતર સદા સંતાનનું હિત જ ઇચ્છતા હોય છે,એ માવતર છે કમાવતર હોવાનો પ્રશ્ન જ નથી.) તો ઇશ્વર ઓગળ્યો,ગર્ભ રહ્યો.... અહાહા... "ગૂડન્યૂઝ" આવી ગઇ... બધા દુ:ખો વિસરાઇ ગયા. ખુશીઓથી સમય ફર્યો. દવાઓ અને તપાસ બરોબર સમયસર થવા લાગી. અને માનુનીના ઉદરમાં ગર્ભ વિકસવા લાગ્યો.
અરેરે પણ આ શું?ભર્યા દિવસોમાંય ખાવા-પીવાનું,રહેણીકરણીનું કોઇ ભાન નહીં.
સંપૂર્ણ સાત્વિક આહારની જગ્યાએ વિરુદ્ધ આહાર,ફાસ્ટફૂડ અને કોલ્ડ્રિંક્સ,કોઇ ફળાહાર નહીં(મને આ ન ભાવે- કઢિયલ દૂધ? યક્ક્) સમયનું કોઇ ભાન નહીં, મજા પડે એમ સૂવા ઉઠવાનું. આખો સમય મોબાઇલ પર...
પાછાં કોમપ્લિકેશનસ,દવાઓ,જેમ તેમ કરીને બાળક જન્મી તો ગયું,પણ.... અવિકસિત,ખોડ-ખાંપણવાળું અને આંતરીક બિમારીઓથી લથબથ....
બિચ્ચારો બે દિવસનો જીવ...ખૂબ ઝઝૂમ્યો જીવવા ખાતર.... પણ એના પંચભૂત નિર્મિત શરીરે સાથ ન આપ્યો તે ન જ આપ્યો.અને જીવ પાછો નિકળી ગયો,બીજા અવતારની આશ સાથે તંદુરસ્ત ગર્ભની શોધમાં.
આળ આવ્યું ઇશ્વર ઉપર....
"કેવી ક્રૂરતા છે કુદરતની,માંડ માંડ આટલા વર્ષે સંતાન આપી,એય તે ખોડખાપણવાળી અને પાછી આપીને ઝૂંટવી લીધી."
# ખરેખર.... અહિંયા ઇશ્વર ચૂક્યો?
* કોલ્ડ્રિંક્સ અને ફાસ્ટફૂડ ખવડાવવા ઇશ્વર આવ્યો હતો?
* અડધી રાતના ઉજાગરા કરી,ભર બપોરે ઇશ્વર ઉઠતો હતો?
* પૌષ્ટિક આહાર ખાવાની ના ઇશ્વર પાડતો હતો?
* સ્વાસ્થય પ્રત્યે ઉદાસીન ઇશ્વર હતો?
* વેદ-પુરાણ,ઉપનિષદો,સારા પુસ્તકોનો અજ્ઞાની ઇશ્વર હતો?
* સદંતર મોબાઇલનું વળગણ ઇશ્વરને હતું?
હવે આમાં વાંક કોનો?
અહોઆશ્ચર્યમ્!!! અહોઆશ્ચર્યમ્!!! અહોઆશ્ચર્યમ્!!!...
(કમલની કલમે અને અનુભવની આંખે: અહિંયા સ્ત્રી અને પુરુષ બંન્નેને,સ્ત્રીના ગર્ભમાં બિજારોપણના ઓછામાં ઓછા ૩ મહિના પહેલાંથી સંયમ અને સાત્વિક આહાર-વિહારનું પાલન કરવું અનિવાર્ય છે. ત્યાર બાદ ૯ મહિના એટલે કે પૂરા એક વર્ષ સુધી જો સાત્વિક રીતે રહેશો તો,"આવનાર જીવનું તંદુરસ્ત અને સર્વ ગુણ સંપન્ન હોવું નિશ્ચિત છે.")
જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર...🙏🙏🙏