જીવન છે આપણું એક અજબ ,ગજબ કહાની ભરેલી અધૂરી વાર્તા.
કોને કહેવી દિલમાં પ્રજવલિત થઈ રહેલી દર્દ ભરેલી અધૂરી વાર્તા.
જીવવાની જડીબુટ્ટી અપાર હદયમાં, યાદમાં રહી ગયી સ્નેહની અધૂરી વાર્તા.
કહેવું ઘણું બધું, સહન કર્યું ઘણું બધું,છતાં કહેવાઈ ના અધૂરી વાર્તા.
સંબંધોના ચક્રવ્યૂહમાં બધા લોકો માટે હું હાજર છતાં બની અધૂરી વાર્તા.
હું અને મારું અસ્તિત્વ આજે મારામાં શોધી રહી ક્યાં બની હું અધૂરી વાર્તા.
પ્રજાપતિ ભાનુબેન બી "સરિતા"
-Bhanuben Prajapati