નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં IPL ફાઇનલ મેચ દરમિયાન ફૂડ સ્ટોલ ધરકોનીની ઉધાડી લૂટ દર્શકોને ખુબ લૂંટ્યા..
અમદાવાદ: રવિવારે યોજાયેલ IPL ફાઇનલ ની ફાઇનલ મેચ માં ફૂડ સ્ટોલ ધારકોએ ઉધાડી લૂટ ચલાવી હતી,
ફાઇનલ કી કહાની આમ આદમી જુબાની..
IPL માં પ્રથમ એન્ટ્રી માં ગુજરાત ફાઇનલમાં આવ્યું તેનો ખુબ આનંદ હતો માટે ફાઇનલની મોંઘી ટિકિટ ફેસબૂક ની એક એડ માંથી લીધી, આજકાલ ફેસબુક પર કાળા બજારિયા ઓ વધી ગયા છે, 3 વાગ્યે નીકળ્યા સ્ટેડિયમ તરફ ત્યાં પહોંચ્યા પછી ખ્યાલ આવ્યો કે સ્ટેડિયમની આજુબાજુ પાર્કિંગ નથી કરવા દેતાં. તમારું પોતાનું વાહન હોય તો ફક્ત ઓનલાઇન પાર્કિગબુક કરવાની સુવિધા. કાર પાર્ક કરવાના 150₹. હાય રે મોંઘવારી/લાચારી.
સાંજે 4 આસપાસ સ્ટેડિયમ પહોંચ્યા તો ભયંકર ગરદી. પોલીસવાળાને પૂછીએ તો કે આગળ જાઓ, આગળ જાઓ. 15 મિનિટ પછી થયું કે આમને આમ આગળ ક્યાં મોકલશે તો ક્યાંક ચાંદખેડા ન આવી જાય ! સ્ટેડિયમથી લગભગ 2 KM દૂર માંડ માંડ પાર્કિંગ મળ્યું. 250 રૂપિયા આપતા , 42 ડિગ્રી ગરમીમાં 2 કિલોમીટર ચાલવામાં જ અડધો ઉત્સાહ ઓસરી ગયો.
સ્ટેડિયમની બહાર જ ગુજરાતની ટીમના
'અનઓફિશિયલ' ટી શર્ટ 200₹ માં મળે. લગભગ અડધા લોકોએ ત્યાં જ ખરીદી કરી. ગુજરાતની ટીમનો ફ્લેગ પણ ફ્રીમાં ચાહકોને આપતા હતાં જેનો દંડો ટિકિટ ચેકીંગ વખતે જ કઢાવી નાખ્યો. ન રહેગા દંડા, ન ઉડેગા ફ્લેગ !!
મોબાઈલ સિવાય કોઈપણ વસ્તુ લઈ જવાની મનાઈ. પાણી પણ નહિ. અરે મારી રજનીગંધા પણ મૂકવી દીધી સિટિંગ એરિયાની પાછળ ખાણીપીણીના અસંખ્ય સ્ટોલ. અને ગુજરાતીઓએ ગુજરાતીઓને ભયંકર લૂંટ્યા. પાણીની બોટલ 50 રૂ, ભેળ 100 રૂ, કોલ્ડ ડ્રીંકનો નાનો ગ્લાસ 60-70-80, પફ 100 રૂ. અરે અમૂલ ની પ્રોડક્ટ પણ MRP થી ડબલ ભાવે, એક કપ ચા 80 રૂ, જેવી બહાર ગરમી તેવી ખિસ્સા માં ગાંધી છાપ ગરમી રાખવી પડી અને જેવો તમારો પૈસાવાળો દેખાવ. તમે બેઠા હો ત્યાં ફેરિયો આવે એ પણ જુદા ભાવ લે. MRP ના કોઈ ઠેકાણા નહિ. કોઈને ફરિયાદ પણ ન કરી શકો અસહ્ય ગરમીમાં, અભિમન્યુનો કોઠો ભેદીને પાણીની બોટલ લેવાની લાઈનમાં પહોંચતા જ 1 વિકેટ તો પડી જ જાય. દયા તો સિનિયર સિટીઝનની અને બાળકોની આવે. 1 ગ્લાસ પાણી 10₹ માં વહેંચે. ભાવ વધારે હોય સ્વાભાવિક છે, પણ લોકોની નબળાઈનો લુખ્ખો લાભ લેતા નિર્દયી રાક્ષસો પહેલી વાર જોયા. બીજી ઇનિંગ્સ વખતે તો અમુક સ્ટોલમાં પાણીની 1 બોટલનો ભાવ 100₹ કરી નાખ્યો. (રેસ્ટોરન્ટમાં વધુ ભાવ લે છે ત્યારે કેમ નથી કઈ બોલતા એવી કૉમેન્ટ કરવા વાળાએ ડાયરેક્ટ મેસેજ કરવો, ચર્ચા ત્યાં કરીશું). ગરજ અને બીજી વ્યવસ્થા ન હોવાથી લોકો એ પણ ખરીદી રહ્યા હતાં.
બેસવાની વ્યવસ્થા પણ એકદમ સામાન્ય. 2 સીટ વચ્ચે 3-4 ઇંચની જગ્યા (56 ઇંચ તો ન જ હોય ને). પૈસાનો પાવર હોય એને પણ ઉડી જાય એવી સ્થિતિ. બીજી ઇનિંગ્સ વખતે સસ્તી ટિકિટ વાળા પણ આવીને ચાલવાની જગ્યાએ સિંહાસન જમાવીને ગોઠવાઈ ગયા, પોલીસ સેલ્ફી લેવામાં અને રણવીર સિંઘને જોવામાં બિઝી હતી ને !
સ્ટાર ઓફ ધ ડે: રણવીર સિંઘ. ગજબ એનર્જી. કદાચ 5 વાગ્યાનો આવી ગયો હશે. લાઇવ પરફોર્મન્સ તો ઘણાએ ટીવી પર જોયું હશે પણ VIP એરિયામાં લગભગ મેચ પતી ત્યાં સુધી બેઠો અને દિલથી ઓટોગ્રાફ આપ્યા, ડાન્સ કર્યો અને ચાહકોના ફોન લઈને સેંકડો સેલ્ફી પણ લીધી. A R રહેમાનના પરફોર્મન્સ વચ્ચે પણ સ્ટેજ પર આવીને બધા સાથે ડાન્સ કર્યો. અક્ષય પણ સેલ્ફી આપતો ,મેચ જોરદાર થવાની જ હતી, પણ સ્કોર ઓછો થતા મોટાભાગે નીરસ અને એક તરફી હોવાથી આવા પરફોર્મન્સ અને પ્રેક્ષકોના જુસ્સાથી જ આટલો સમય નીકળી શક્યો.
મેચ પૂરી થયા પછી બહાર ટ્રાફિક જામ. ક્યાંય ચાલવાની પણ જગ્યા નહિ. પાર્કિંગ સુધી ચાલીને જવામાં 1 કલાક થઈ. કોઈ જ પોલીસ નહિ, કોઈ જ વ્યવસ્થા નહિ. બધું જ રામ ભરોસે. સ્ટેડિયમમાં મેચ જોવાનો અભરખો પૂરો. ઘરે બેસી AC માં, મોટા TV માં મેચ જોવી જ ઉત્તમ. ગુજરાતની ટીમને અભિનંદન.
મહેશ ઠાકર, અમદાવાદ
-મહેશ ઠાકર