કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે એની પરખ કરવી અઘરી હોય છે પરંતુ તેમની પરખ કરવી એટલી બધી અઘરી નથી.
પ્રેમ ત્યાગ,બલિદાન માગે છે જ્યાં પ્રેમમાં ત્યાગ અને બલિદાનની ભાવના ન હોય ત્યાં પ્રેમ હોતો નથી.
પ્રેમમાં વિશ્વાસ હોય અને જ્યાં અવિશ્વાસ પેદા થાય ત્યાં પ્રેમ ટકી શકતો નથી .
પ્રેમમાં અપેક્ષા ન હોય જ્યારે પ્રેમમાં અપેક્ષા પેદા થાય ત્યારે પ્રેમ મરી પરવારે છે.
પ્રેમમાં સમર્પણ હોય એકબીજાને સમજવાની ભાવના હોય ત્યારે પ્રેમ સર્વોપરી બને છે.
પ્રેમમાં એકબીજાના વિચારો સાથે મેળ ખાતો નથી ત્યાં પ્રેમ નહીં તે અપેક્ષાઓ હોય છે .
-Bhanuben Prajapati