ચાલ્યો હું જીવન સફરની રાહમાં,સત્ય સાથે ચાલતાં સંબંધોના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો.
લોકો સાથે લાગણી વહેંચવા નીકળ્યો હું,ત્યાં સંબંધોના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો.
પોતાનું કામ પૂરું કરતા સમય હવે મળ્યો. ત્યાં હું સંબધોના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો.
સમય એવો બદલાઈ ગયો કે, માણસ હવે સંબંધો મૂકી મોબાઈલમાં ખોવાઈ ગયો.
જીવનની સફરના સંબંધો વિસરાઈ ગયા , હું ચક્રવ્યૂહમાં બધાને શોધતો રહ્યો.
ક્યાં જઈને શોધું હું મારા લાગણીના સંબંધો,હું પોતે ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો.
પ્રજાપતિ ભાનુબેન બી "સરિતા"
-Bhanuben Prajapati