અરે..ભાઈ માણસ ચૂપ થઈ ગયો,આજે રૂપિયો બોલતો થઈ ગયો.
ભાઈ, ભાઈનો ના રહ્યો , ભાઈની જગ્યા રૂપિયો લઈ ગયો.
સંબંધો તોલયા રૂપિયે ,ગરીબ એકલો રહી ગયો.
રૂપિયો લાવ્યો અભિમાન,આજે ભાઈ, બેનથી દૂર થઈ ગયો.
મૂલ્ય અંકાઈ રહ્યા રૂપિયાથી , માણસાઈ મરી પરવારી ગઈ.
કોને કહેવી ફરિયાદ આજે, સમાજમાં ગરીબ ઈજ્જત વગરનો થઈ ગયો.
પ્રજાપતિ ભાનુબેન બી