મંદિર નો ઘંટ હવે મશીન વગાડે છે.
મંદિરનો પૂજારી હવે ભિખારી દેખાય છે.
ગામની ગલીયોમાં પાણી રેલમછેલ છે.
ગટરો જયાં ત્યાં ઉભરાય છે.શેરીની સ્ટ્રીટલાઈટ ચોવીસ કલાક સળગે છે.રોડ રસ્તા ખરાબ છે.જાહેર રોડ પર દબાણ વધી રહ્યાં છે.જાજરૂ હોવા છતાં લોટા લઇ રસ્તો ગંદો થઇ રહ્યો છે.ખેતરે ભેલાણ થઇ રહ્યાં છે.ખાતર મોંઘાં થઇ રહ્યાં છે.ઉપજ જે છે તે ભાવ નીચા જઈ રહ્યા છે.કામદારની વૃત્તિ કામચોર થઇ રહી છે.ડીઝલના ભાવ વધી રહ્યા છે.ટ્રેકટર વધી રહ્યાં છે.બળદ નામશેષ થઇ રહ્યા છે.પ્રસંગ મોંઘાદાટ થઇ રહ્યા છે.રીત રીવાજ વધી રહ્યા છે.જુવાન છોકરીઓના મોજશોખ અધોગતિ તરફ જઈ રહ્યા છે.મોબાઈલ દરેકના હાથમાં આવી ગયા છે.નાનાં બાળકો ગેમ રમવા જીદ કરી રહ્યાં છે.રાજકારણ ધર્મથી અધર્મ તરફ દોડી રહ્યું છે.રણ વધે છે.વરસાદ આવે તો પાણી વહી જઈ રહ્યાં છે.ખેતરે કૂવા પુરાઈ ગયા છે.તળાવ ના બંધ તૂટી ગયા છે.માણસ ના સબંધ પણ તૂટી રહ્યા છે.વૃક્ષ કપાઈ ગયાં છે.દવાખાના ઉભરાઈ ગયાં છે.રસ્તે ગુટકાની પડીકીઓ ઉડી રહી છે. યુવાનો નશાખોરીને શોખ સમજી રહ્યાં છે.નોકરી મળતી નથી અને લફરાં વધી રહ્યાં છે. ( આ લખી ને હું કોઈને ચિંતા કરાવવા માગતો નથી પરંતુ ચિંતન કરી અને થાય તેટલું સુધારો થાય તેની રૂપરેખા કહી રહ્યો છું.)
આ લેખ તમેં વહેલી સવારે વાંચ્યો એટલા માટે ખૂબ ખૂબ આભાર
-वात्सल्य