સરદાર પર વ્યંગ કરવો સહેલો છે પણ સરદાર બનવું એ બહુ અઘરું છે.!..
હું જલંધર સ્ટેશન પર ઊભો હતો ત્યારે મારું ધ્યાન એક શીખ યુવક તરફ ગયું, જે મારી પાસે કાળી પાઘડી પહેરીને ઊભો હતો, જેની દાઢી લાંબી હતી અને તેણે કિરપાણ ધારણ કરેલું હતું.
થોડી વાર પછી એક લોકલ ટ્રેન આવી, જે પૂરી રીતે ખીચોખીચ ભરેલી હતી. શીખ યુવાને ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં તે નિષ્ફળ ગયો. બરાબર એ જ સમયે પાછળના કોચમાંથી અવાજ સંભળાયો. 'સરદારજી બારાહ બજ ગયે' આ શીખ યુવાને એ બોલનાર તરફ જોયું, જે એક તોફાની પ્રકારનો યુવક હતો. પેલા શીખ યુવાને તેની તરફ કોઈ પણ પ્રકારનો ગુસ્સો કરવાને બદલે તેની તરફ સ્મિત વેર્યું.
એ સ્મિત એટલું રહસ્યમય હતું કે એવું લાગતું હતું કે જાણે તેની પાછળ કોઈ પ્રકારનું સત્ય છુપાયેલું છે. હું રહી ન શક્યો અને તેની પાસે ગયો અને પૂછ્યું કે જે વ્યક્તિએ તેને ચીડવ્યો હતો તેની સામે તે શા માટે હસ્યો.?
શીખ યુવકે જવાબ આપ્યો, 'તે મને ચીડવતો ન હતો, પરંતુ મારી મદદ માંગતો હતો'. મને આ શબ્દોથી આશ્ચર્ય થયું પણ તેણે મને કહ્યું કે તેની પાછળ એક મોટો ઇતિહાસ છે જે હર કોઈએ જાણવો જોઈએ. હું પણ ઇતિહાસ જાણવા આતુર હતો.
એ શીખ યુવાને મને કહ્યું :
"-૧૭મી સદી દરમિયાન, જ્યારે હિન્દુસ્તાન પર મુઘલોનું શાસન હતું, ત્યારે તમામ હિન્દુ લોકોનું અપમાન કરવામાં આવતુ અને તેમની સાથે પ્રાણીઓની જેમ વર્તન કરવામાં આવ્યું હતું. મુઘલો હિન્દુ સ્ત્રીઓને પોતાની મિલકત માનતા હતા અને તમામ હિન્દુઓને ઇસ્લામ સ્વીકારવાની ફરજ પાડતા હતા અને જો તેઓ સ્વીકારવાનો ઇનકાર કરતા હોય તો લોકોને મારી નાખતા હતા. તે વખતે નવમા શીખ ગુરુ શ્રી ગુરુ તેગ બહાદરજી કાશ્મીરના કેટલાક પંડિતોની આ બધી ક્રૂર પ્રવૃત્તિઓ સામે લડવાની વિનંતીના જવાબમાં આગળ આવ્યા.
ગુરુ તેગ બહાદુરજીએ મુગલ બાદશાહને કહ્યું કે જો તે તેને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવી શકવામાં સફળ થઈ શકશે, તો બધા હિન્દુઓ તેનો સ્વીકાર કરશે. પરંતુ, જો તે નિષ્ફળ જાય, તો તેણે તે બધી પ્રવૃત્તિઓ બંધ કરી દેવી પડશે. મુઘલ બાદશાહ આ વાત માટે રાજીખુશીથી સંમત થયો. તેણે ગુરુજી અને તેના સાથી સભ્યોને ખૂબ ત્રાસ આપ્યા પણ તે તેને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવી ન શક્યો.
બાદશાહે ગુરુજી અને તેના અન્ય ચાર સાથી સભ્યોનો દિલ્હીમાં ચાંદની ચોકમાં શિરચ્છેદ કરાવ્યો.
ગુરુજીએ હિન્દુ ધર્મના રક્ષણ માટે પોતાના પ્રાણ ત્યાગી દીધા.
આ જ કારણ છે કે તેમને આજે પણ "હિંદની ચાદર" તરીકે યાદ કરવામાં આવે છે.
આ ઘટના પરથી તેમના પુત્ર દસમા ગુરુ, ખાલસાના સ્થાપક શ્રી ગુરુ ગોવિંદસિંહજી એ એક સંકલ્પ કર્યો કે તેઓ તેમના અનુયાયીઓને એવા બનાવશે કે હજારો માણસોની હાજરીમાં તેમને સહેલાઈથી ઓળખી શકાય.શરૂઆતમાં, શીખોની સંખ્યા ઘણી ઓછી હતી, છતાં તેઓ મુઘલ બાદશાહો સામે લડી રહ્યા હતા. એ સમયે નાદિરશાહે ૧૭૩૯ની સાલમાં દિલ્હી પર હુમલો કરી હિન્દુસ્તાનને લૂંટી લીધું અને પોતાની સાથે હિંદુસ્તાનનો ખજાનો અને લગભગ ૨૨૦૦ હિન્દુ સ્ત્રીઓ પણ લઈ જઈ રહ્યો હતો.
આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. સરદાર જસા સિંહે જે તે સમયે શીખ સેનાના કમાન્ડર હતા તેમણે આ સમાચાર સાંભળ્યા. તેણે એ જ મધરાતે નાદિરશાહની કાફિલા પર હુમલો કર્યો અને બધી હિન્દુ સ્ત્રીઓને બચાવી લીધી અને સલામત રીતે તેમના ઘરે પહોંચાડી.
આવું માત્ર એક જ વાર ન બન્યું , પરંતુ ત્યાર પછી જ્યારે પણ કોઈ અબ્દાલી કે ઈરાનીઓએ હિન્દુસ્તાન પર હુમલો કરી લૂંટેલા ખજાના સાથે હિન્દુ સ્ત્રીઓને પોતાની સાથે લઈ જવાના પ્રયત્નો કર્યા ત્યારે શીખ સૈન્યની સંખ્યા ઓછી હોવા છતાં તેઓએ બહાદુરી બતાવી અને મધરાતે, ૧૨ વાગ્યે તેમના પર હુમલો કર્યો અને સ્ત્રીઓને બચાવી લીધી.
તે સમય પછી પણ જ્યારે આવી જ ઘટનાઓ બનતી ત્યારે લોકોએ તેમની મદદ માટે શીખ સૈન્યનો સંપર્ક કરવાનું શરૂ કર્યું અને શીખો મધરાત્રે 12 વાગ્યે હુમલાખોરો પર હુમલો કરતા હતા.
આજકાલ, આ "ચાલાક લોકો" અને કેટલાક શીખ દુશ્મનો કે જેઓ શીખોથી ડરે છે, તેઓએ આ શબ્દો ફેલાવ્યા છે કે 12 વાગ્યે, શીખો તેમની હોશ ખોઈ બેસે છે."
પેલા શીખ યુવાને પોતાની વાત પૂરી કરતાં મને કહ્યું,
"આ ઐતિહાસિક તથ્ય ને લીધે જ જ્યારે પેલા યુવક પર હું ગુસ્સે ન થયો અને તેની સામે સ્મિત કર્યું. કારણ કે મેં વિચાર્યું કે તેની માતા અથવા બહેન મુશ્કેલીમાં હશે અને મારી મદદની જરૂર હશે તેથી 'સરદારજી બારાહ બજ ગયે' કહીને મને યાદ અપાવી રહ્યો છે.!"
કેટલી ઉંચી વાત કહી આ શીખ યુવાને.!
કદાચ પેલા તોફાની છોકરાએ આ શીખ યુવાનને મશ્કરીમાં કહ્યું પણ હોઈ શકે પરંતુ જરા પણ ઉશ્કેરાયા વગર શીખ યુવાને ઈતિહાસને યાદ કરીને, પોતાના કર્તવ્ય ને યાદ કરીને તેના પ્રત્યે સદભાવના વ્યક્ત કરી.
શીખોની આ ઉદારતા, ભલમનસાઈ, નિખાલસતા, બહાદુરીમાં થી આપણે કેટલું બધું શીખવાનું છે!.
Courtesy : AM INSPIRED
🍁
વાહ ગુરુ 🙏🏻