પાવન મારું પાટણ..
પાટણમાં માત્ર પટોળા જ વખણાય તેવું નથી!
રાણી વાવ હવે સો ની કરન્સીમાં ચમકે છે.
સહસ્ત્રલિંગ તળાવ હજુ ખોદવાનું બાકી છે,
પીતાંબર,સિદ્ધિ,આનંદ સરોવર,હરિહર સ્મશાન ભૂમિ !
રાણીવાવ,ત્રીકમ બારોટ,સિંધવાઇ જેવી
અનેક વાવડીઓ ખોદાશે ક્યારે તે કામ હજુ બાકી છે.
મહાકાળી,સિંધવાઈ,સતી જસમા,મહાદેવ મંદિર અનેક!
સરસ્વતીની તો વાત ન્યારી પાવન એનું પાણી!
સપાટ,સુંદર ભૂમિ,શાંત શહેર વેડફે ના પાણી.
વનરાજ,પ્રતાપ, કરણ,સિદ્ધરાજ,કુમારપાળનું આણ વર્તાણી.
સુંદર શહેર,ગલી,વાડા,પાડાથી વખણાણી.
બસ,રેલવે, છકડા,રીક્ષા,ઊંટ લારી લિજ્જત માણે સહેલાણી.
સિનેમા,બગીચા,સુંદર પરિસર સાઈ બાબા,ચૂડેલ માં કુણઘેર!
નદીએ બિરાજે મેલડી માતા,નવા પુલનો નજારો જોવા ઘેલાં નરનારી.
-वात्सल्य