સફેદ વાળથી મારી ઉંમર ના માપ!
કરચલીઓ જોઈ મારી ઉંમર ના માપ!
લાકડીનો ટેકો લીધો છે,મેં ભલે!
પરંતુ ચોકઠું જોઈ મારી ઉંમર ના માપ!
ચામડીના ક્લર તો રોજ બદલાઈ ધૂપમાં!
જીભની કડવાસ જોઈ મારી ઉંમર ના માપ!
તારે કહેવું હોય તો મોઢે મને કહે!
બુઢો બાપ જોઈ મારી ઉંમર ના માપ!
તું પણ પચપનની છતાં લાગે પંદરની,
જેને ઘરડા થવું છે તેની સરખામણી
મારી સાથે ના કર !! સફેદ વાળ
જોઈ મારી ઉંમર ના માપ !!
-वात्सल्य