હે કૌશલ્યા પુત્ર પ્રભુજી દશરથ નંદન,
હે રઘુકૂલ ભૂષણ રામ તમને વંદન વંદન વંદન.
હાથ ધનુષ-બાણ લલાટે તિલક ચંદન,
હે સીયાવર રામ તમને વંદન વંદન વંદન...
રાજપાટ છોડી હાલ્યા તમે પ્રભુજી જંગલ,
હે એવા વનવાસી રામ તમને વંદન વંદન વંદન...
તમારી સેવા કરે પ્રભુ હનુમંત જામવંત અંગદ ,
હે લંકેશને હરનાર રામ તમને વંદન વંદન વંદન...
જેને સમરીએ ભાગતા સઘળા જીવન સંકટ,
હે પરમ કૃપાળુ રામ તમને વંદન વંદન વંદન...
સદા કરજો કૃપા અમ પર આપશ્રી રઘુકૂલ નંદન,
હે દિનકર નાં સ્વામી રામ તમને વંદન વંદન વંદન...
-KAUSHIK PATEL