શબ્દમાં કંઈ સમાય એમ નથી
મૌન ઝાઝું ખમાય એમ નથી
હોઉં અહિયા તો કેમ ત્યાં આવું?
એકમાં બે થવાય એમ નથી
આવજે કલ્પનાની સરહદમાં
ક્યાંય બીજે મળાય એમ નથી
મેં અહીં, ત્યાં કર્યો તેં પ્રેમ મને
કાંઈ બીજું તો થાય એમ નથી
આવ ભીતરથી બ્હાર તો મળીએ
હાથ લાંબો કરાય એમ નથી
*- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*
-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*