વિચલિત થતાં મન હેઠાં મૂક્યાં હથિયાર,
પરિવાર સામે ઊભો મારી કેમ કરું હું વાર?
અર્જુન મન નબળો પડી કરી રહ્યો પીછેહઠ,
કૃષ્ણ સારથી સાચો હિંમત બાંધે હકડેઠઠ.
સાચનો આપ સાથ, જૂઠ પર ચાલે તલવાર,
અન્યાય સામે લડ, ન કર તું એટલો વિચાર.
કર્મ કરવા અવતર્યો ધરા પર, કર્મ કરતો જા,
પાછું વળી ન જોઈશ, બસ હાક મારતો જા.
શું છે કુટુંબ કબીલો, ને કેવો તારો એ પરિવાર,
જૂઠાણું જીભે વસે જેની, દુષ્કૃત્ય આચરનાર.
કરવું પડે પ્રેમે કર એક બુરું કામ, ભલા કાજ,
ન પાપ કદી લાગતું ન્યાય કાજ લડ તું આજ.
પામી ગીતોપદેશ કૃષ્ણ મુખે અર્જુન થયો તૈયાર,
એક એક બાણે વીંધે હરેક પ્રાણ પર કીધો વાર.
મહાભારતનું યુધ્ધ લડાયું મહારથીઓ અપાર,
'ઊર્મિ' સત્ય સામે અસત્યની થઈ આજ હાર.
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'