ઋતુ બદલાય તેમ તું પ્રિયા બદલાય છે.
ક્યારેક ભર ચોમાસુ કોરો જાય છે.
ક્યારેક ઉનાળે નદીઓ વહ્યે જાય છે.
શિયાળે ક્યારેક જ ઠંડી વધુ પડે છે.
માવઠે બીમારીના વાવડ આવી જાય છે.
આતો તારી બદલાઈ જવાની કળા છે.
તું પ્રિયા કોની?મને ક્યાં ખબર પડે છે?
કળા તારી એવી કે રાત દિન બદલાય છે.
- वात्सल्य