માતૃભાષાની
મધુર વિચિત્રતા
બોલો, આપણે સૌ બરાબર ગુજરાતી બોલીયે છીયે???
● ઘઉં વીણી લઉં.. (જ્યારે વીણતા હોય કાંકરા)
● આ રસ્તો ક્યાં જાય છે ભાઈ? (અરે પણ રસ્તો શું કામ ક્યાંય જાય?)
● તમારું ઘર ક્યાં આવ્યું!? (એ ક્યાંય ગયું હોય તો આવે'ને)
● ભાઈ, જરા લોટ દળી આપોને. (તો દળાયને આવશે એ શું હશે?)
● હું ઝાડુ કાઢી લઉં (તો કચરાનું શું કરશો?)
● ફલાણું સ્ટેશન આવ્યું (સ્ટેશન શું કામ આવે? એ તો ત્યાં જ છે. તું સ્ટેશન પર આવ્યો ઢગા)
● નળ આવ્યો (અરે, નળમાં પાણી આવ્યું)
● ફાનસ સળગાવી દે (હકીકતમાં એ વાટ સળગાવવાનું કહેતાં હોય)
આપણી ભાષાની મજા.
છતાં આના અર્થ બઘા સમજે અને એમ જ બોલે....
અવિનાશ વ્યાસની રચના "ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર" યાદ આવે.
😀😀🤣🤣
#અવિનાશવ્યાસ #ભાષા #ગુજરાતી