કભી તન્હઇઓ મેં, હમારી યાદ આયેગી; કેદાર શર્મા ' હમારી યાદ આયેગી ' નામની ફિલ્મ બનાવતાં હતાં..કોઈ કારણોસર લતા મંગેશકર સાથે મતભેદ થયો..ફિલ્મનું થીમ સોંગ, ' કભી તન્હઇઓ મેં, હમારી યાદ આયેગી ' મુબારક બેગમ પાસે ગવરાવવાનો નિર્ણય કેદાર શર્માએ લીધો...પાર્શ્વગાયિકા મુબારક બેગમ કેદાર શર્માની ઓફિસમાં આવ્યા અને જણાવ્યું કે ' મારે તમારી સાથે થોડી અંગત વાત કરવી છે..જરા બાજુનાં રુમમાં આવશો??'....મુબારક બેગમે રડતા રડતા કેદાર શર્માને માહિતી આપી કે અમે ઘણા ગરીબ છીએ, છેલ્લા બે દિવસથી તો સરખું જમી પણ શક્યા નથી..આ ગીત તો બહુ જ સરસ છે પણ ભૂખ્યા પેટે ગાવું મુશ્કેલ છે..મને બે-ત્રણ ટોસ્ટ અને એક કપ ચા મંગાવી આપો તો હું આ ગીત સરખી રીતે ગાઇ શકું...ચા અને ખોરાક પેટમાં ગયા પછી મુબારક બેગમે ' કભી તન્હઇઓ મેં ' અદ્ભુત રીતે ગાયું....*(કેદાર શર્માની આત્મકથા ' ધ વન એન્ડ ઓન્લી કેદાર શર્મા..માં આ પ્રસંગ લખાયેલો છે, ).