#BoyFriend
તે મારી સામે જોઈ રહી. હસું કે ન હસું એ બાબત હજી અનિર્ણીત હતી. તેની આંખ જો કે પરિચય હોઈ સ્મિત રેલાવતી હતી. મેં થાય તેટલું બ્રોડ સ્માઈલ આપ્યું. તેની સામે મેં નજર ફેંકી.
શું ફૂટતું યૌવન! બે ઘડી નજર ઠેરવી જોતો જ રહું, ભલે આંખો ન મળે. મેં એક દૃષ્ટિ તેના માથાથી પગ સુધી સ્કેન કરતો હોઉં એમ ફેરવી. કદાચ મારો અંદરનો પુરુષ થોડી ક્ષણ જાગી ઉઠ્યો.
એણે શરમાઈને દ્રષ્ટિ નીચી કરી દીધી. એના ગાલ રાતા થઈ ગયા.
અમે નામની આપ લે કરી.
રોજ બીઆરટીએસ બસસ્ટોપ પર મળતાં ટર્મ શરૂ થઇ ત્યારથી. આજે એ સ્મિત આપું આપું થતી હતી ત્યારે હિંમત કરી લીધી.
અમારી કોલેજો જુદી હતી પણ આવવા જવા નો રસ્તો એક હતો.
એકાદ વખત સરખી એવી ભીડમાં મેં એને ઉભા થઇ જગ્યા આપી. ઉતરતી વખતે અમે સાથે શેકેલી મકાઈ ખાતાં ઘર તરફ ગયાં.
મેં એને પુછ્યું કે તે મારી સાથે બહાર આવવું પસંદ કરશે કે કેમ. તેણે નીચું જોઈ ના પાડી.
એમ ને એમ એકાદ મહિનો જતો રહ્યો. અમે એક મોલમાં સામસામા ભેગાં થઈ ગયાં. તે કોઈ બીજી બે ત્રણ છોકરીઓ સાથે હતી. મેં 'હાય ...' કહ્યું. તેને સામું હાય કહેવું પડ્યું એમ લાગ્યું. આ શરમાળ છે કે મને પસંદ કરતી નથી કે એનો બીજો કોઈ બોયફ્રેન્ડ છે?
તેની સાથેની છોકરીઓ મારી સામે જોઈ હસી. એકે તો મારું નામ પૂછયું ને પોતાનું કહ્યું. હું મારું કહું એ પહેલાં તો એ જ બોલી ગઈને વળી નીચું જોઈ શરમાઈ. સાથે વાળીએ એને કોણી મારી. ' બહુ શરમાય છે ને કાંઈ!' કહી એને ચૂંટી ભરી.
આજે તો મેં મારી ખરીદી એકદમ જલ્દી પતાવી અને તે છોકરીઓ ક્યાં જાય છે તે તરફ ધ્યાન આપ્યું. તે બધી ખીખિયાટા કરતી જતી હતી. પેલી એની ફ્રેન્ડ મારી સામે મધ મીઠી નજર ફેંકતી હતી. ઓકે. તો પ્રણય ત્રિકોણ રચાઈ રહ્યો છે. એની ફ્રેન્ડ મારી પાછળ ને હું એની પાછળ. મેં હિંમત કરી એ ત્રણે ને નજીકની ઇટરીઝ માં સાથે બેસી કોફી પીવા કહ્યું. લે, એ ટ્રનેતો તૈયાર થઈ ગઈ!
મેં તેની સામે જ બેઠક લીધી. તેના હાથનો સ્પર્શ થાય એમ મેન્યુ આપ્યું. એને ઝાટકો લાગ્યો હોય એમ હાથ ખેંચવાનું કર્યું પણ એમ જ મને અડવા દીધું.
પેલી ફ્રેન્ડ બોલી 'તમે વાતચીતે ઇન્ટરેસ્ટિંગ છો. પછી મળું.' મેં તેને નંબર આપ્યો. તેણે મિસ્કોલ.
કોણ જાણે શું થયું, તે ઉઠી. 'ચાલ ..., આપણે મારે કોમ્પ્યુટર ની બે ચાર વસ્તુ જોવી છે. તને એમાં સારી ખબર પડે છે.' કહેતી તે ઉઠી અને મને ઉભા થવા ફર્મ ઈશારો કર્યો.
પેલી ફ્રેન્ડ મોં મરડી બોલી ' હાસ્તો. ફ્રેન્ડ છે ન જોયો હોય તો.'
પાછળથી બીજી બોલી 'રે પંખીડાં સુખથી ફરજો..' અને હાસ્યના ઠહાકા.
એ મને દોરતી કોમ્પ્યુટર એક્સેસરીઝ વેંચતા ત્યાં અને પછી બીજે લોબીમાં લઈ ગઈ.
'હું તને કહેવાની હતી પણ શરમ ખૂબ આવતી હતી. વી આર ફ્રેન્ડ્સ.'
બે દિવસ પછી પેલી ફ્રેન્ડ મળી.
'હાય જીજ્જુ..' કહી ગળે વળગી. એ તો મારી.. એ કહી શકું, એ પણ નથી વળગી.
'જીજ્જુ કેમ?' મેં પુછ્યું.
'મારી ફ્રેન્ડ ... ના તમે બોયફ્રેન્ડ છો એમ એણે પોતે કહ્યું. તો મારા જીજા. ફ્રેન્ક સંબંધ.'
ખબર પડી કે પેલી મારી સાથે ચાલુ થતી જોઈ ઇર્ષ્યામાં આવી તેણે મનની વાત હોઠે લાવી દીધેલી.
મને તો લાડુ મળ્યો!