તારા માટે હું શું લખુ?
તારા માટે લખુ....?
કે પછી..
તુજ ને જ ઘુંટુ....
તારા માટે હું શું લખુ?
કલમ ઉપાડીને લખુ..
કે પછી
આંખો થી જ તુજ ને રચુ
તારા માટે હું શું લખુ?
તને શબ્દો મા ટાંકું?
કે પછી
મૌન થી વણૅવૂ?
તારા માટે હું શું લખુ?
તને હાથ થી સ્પર્શુ
કે પછી
આલિંગન મા માપુ
તારા માટે હું શું લખુ?
મોનીક-નિલમ અલગ લખુ
કે પછી
મો❤ની સાથે ટાંકુ
તારા માટે હું શું લખુ?
તને વાત હૈયા ની કરુ
કે પછી
હૈયું જ તુજ ને સોંપું
તારા માટે હું શું લખુ?
તારા માટે દુઃઆ કરુ
કે પછી
દુઃઆ મા જ તુજ ને માંગું?
Nilam_monik_vithlani