" હું પતંગ હતો મુજને ચગાવી ગયું કોઈ !!!
કપાવુ મુજને હતું એનાથી કાપી ગયું કોઈ !!!
હતો ઉડ્યો જે દોરાથી કમજોર હતો એ દોરો !!
ગગનને આમ્બવુ હતું મારે ભોંયે પટકાવી ગયું કોઈ !!
લડાવી પેચ મુજને જગતે જખ્મી આકાશે કીધો !!!
લથડતી લુડકતી લપાતી જિંદગી મારી લૂટી ગયું કોઈ!!
હતા લૂટનારા લાખો દેહ મારો અરે!ફાડી ગયું કોઈ !!!
શેષ શમણાં બાકી હતાં મલમપટ્ટી લગાવી ગયું કોઈ !!!
દોસ્ત મારા હતા જે ગગન ઉડનારા સ્વયં પાન્ખે !!
બક્ષ્યા નહીં એમને પણ કરપીણ કાપી ગયું કોઈ !!!
જોયો નેમ આ જગતનો પર ભોગે પામવો આનંદ !!!
લૂંટાયા લૂંટનારા સેંકડો દોરાપતંગ વાપરી ગયું કોઈ !!!
જગત ઉત્સવ મનાવે ક્રુરતા નાં જગસકળ થઈ ઘેલું !!
સંસ્કૃતિ નાં નામ પર સંસ્કૃત શું બગાડી ગયું કોઈ....."
-મહેશ ઠાકર