એની એક ઝલક જોઈને હું લપસી પડી,
બાકી રસ્તો તો ખરબચડો હતો
એની આંખ ના ઊંડાણ માં ડૂબી ગઈ,
બાકી હું જ્યાં ઊભી હતી એતો કિનારો હતો
એણે મને જોઈને એક હલકું સ્મિત કર્યું,
બાકી એ કોઈ બહારવટીયા થી કમ ન હતો
ભુલી ગઈ એને ભાસ સમજી ‘ક્ષિતિજ ’સમો
બાકી મને ક્યારેય એ ક્યાં મળવાનો હતો..!
-ક્ષિતિજ