.
મેંદરડા સાસણ ગીર
જંગલનું પ્રવેશ દ્વાર છે.
~~~~~~~~~~~~
ll મોગલ સતાના અંત પછી કાઠીઓએ પોતાના બાહુબળથી સરવૈયા રાજપૂતોને હરાવી ઈ.સ.૧૭૩પ માં ચીતલ અને બીજા પ્રદેશો મેળવ્યા તેવી નોંધ ઇતિહાસના પાના પર લખાયેલી છે. તે સમયે જેતપુર, બિલખા અને મેંદરડામાં લૂંટારાઓનો ભય રહેતો એને જૂનાગઢ રાજકર્તા શાંત રાખવા સમર્થ ન હતા, તેથી ઈ.સ.૧૮૬૦ માં આ ત્રણ ગામ વાળા કાઠીઓને સોંપી દીધેલા. જુનાગઢ થી ૨૯ કી.મી. દક્ષિણમાં આવેલું તાલુકા મથક એટલે મેંદરડા. મધુવંતી નદીને કિનારે, ઐતિહાસિક દ્રષ્ટીએ જોઈએ તો અહી મધુવંતી નદીને કિનારે ચોરેશ્વર (ભગવાન શંકરનું) મંદિર આવેલું છે, ત્યાથી થોડે દુર કૃષ્ણ અને રુકમણીના વિવાહ થયા હતા. ત્યા હજુ પણ મંડપના ખાડાઓ મોજુદ છે.
ચોમાસામાં મધુવંતીનો ધોધ અત્યંત રમણીય લાગે છે. કહેવાય છે કે કૃષ્ણ અને રુકમણીના વિવાહ થયા બાદ ભગવાન શ્રી કૃષ્ણ એ અહિં નદીમાં મધ વહેતું કર્યુ હતુ. જેના કારણે આ નદીનું નામ મધુવંતી પડ્યુ છે. અહિંથી ૧૦ કી.મી. દુર કનડો ડુંગર આવેલ છે, જ્યાં આરઝી હુકુમતના પ્રથમ શહીદો એવા ૫૦થી વધારે માહિયા દરબારો એ નવાબના હાથે શહીદી વહોરી હતી. આ ડુંગર પર જ રા-નવઘણનો વસવાટ હતો. આ ડુંગરથી થોડે દુર દાદ્રેચા ડુંગર પર એક સમયે બહારવટિયાઓનો વસવાટ હતો. જેનો ઉલ્લેખ ઝવેરચંદ મેઘાણીની 'સોરઠી બહારવટિયા' માં છે. મેંદરડા ગીર જંગલનું પ્રવેશ દ્વાર છે. મેંદરડા ની આસ-પાસ ઘણા જોવા લાયક સ્થળો આવેલા છે. મધુવંતી નદી પર માલંકા ગામ પાસે મેંદરડા થી સાસણ રોડ નજીક આવેલો ડેમ પીકનીક માટે શાંત અને ઉતમ જગ્યા બની ગયો છે. બીજું ખાવાના શોખીનો માટે ઉમેરવું ગમશે કે અહીંના અંગુઠીયા ગાઠીયા ખાધા જેવા. નહીં પાટા કે નહીં વણેલા...!
ચિતલની ગાદી જેતપુર ફેરવવામાં આવી તે સમયે નાજાવાળાના બેપુત્રો હતા. વીરવાળા અને જૈતાવાળા, વીરાવાળાએ બિલખા અને જૈતાવાળાએ જેતપુરની રીયાસત ઉભી કરી અને જેતપુર તેમજ ચિતલ તરફ ધ્યાન આપ્યું. આ વીરાવાળાના વંશજો 'વિરાણી' અને જેતાવાળાના વંશજો 'જેતાણી' શાખથી ઓળખાયા. સમય જતા જેતાણી દરબારોનાં ભાગમાં જેતપુર, પીઠડીયા, થાણાદેવળી (અમરનગર), માનપુર, માયાપાદર, ભાયાવદર, સનાળા, સૂર્યપ્રતાપગઢ, અનીડા, આલીદ્રા, નડાળા, ખીજડિયા, સરધારપુર, અકાળા વિગેરે આવતા તે સ્ટેટસ તાલુકાઓ બન્યા. ઈ.સ.૧૯૪૭માં ભારત દેશ સ્વતંત્ર થયો ત્યાં સુધી આ રાજયો ઉપર તેમણે શાસન કર્યું.
પંખીના માળા જેવા મેંદરડાથી ત્રણેક નાડાવા આથમણીકોર ૧૦૦-૧૨૫ સુખી ખોયડાનું, બીજાને ખાર-ખેધો થાય એવું મઢુલી જેવું રૂડું ગામડું ઈ માનપુર. ઈ વખતે યાં રાવતવાળા બાપુ ગરાસ ખાતા, ને ઈ બીલખાબાપુના ભાયાત પણ ખરા. આવા બીજા પણ ઘણા માનપુર... ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ-માનપુર, કરજણ તાલુકાના માનપુર ગામ, માનપુર તાલુકા ધરિયાવદ, ઝિલ્લા પ્રતાપગઢ઼, રાજસ્થાન. માનપુર - જીતપુર તા-બાયડ, ઉમરાળાના માનપુર - ખારડી. પાટણ નજીક આવેલ કાંકરેજ તાલુકાના માનપુર ગામ. સાણંદ ઝોનમાં વિઠ્ઠલાપુર-માનપુર. માનપુર - તા. ગારીયાધાર. માનપુર (બાંખોર) ને ધ્રાંગધ્રા તાલુકાનું મેથાણ-માનપુર. ll
* વાચેલી નોંધના આધારે રૂબરૂ મુલાકાત ઓગસ્ટ ૨૦૧૧.
તસવીરો ગૂગલના સૌજન્યથી.
-મહેશ ઠાકર