શું આખો દીવસ કાયા ના વખાણ દેહના અભીમાન, માયા સંપતી ની ધેલછા, તેની લાલચ, તેનું અભીમાન, એક દીવસ તો ખોળીયું પણ સાથે નથી આવતી , એ પણ છોડીને જાવું પડે છે, પછી શાના રૂપ સાના રંગ , સાનું ધન સાની દોલત, બધુંજ અહીયા પડ્યું રહે છે, આત્મા ઉડી જાય છે, અને શરીર પર એક વસ્ત્ર પણ રહેતું નથી, અને પંચ તત્વ નું આ શરીર અગ્નીમાં ઓમ સ્વાહા થઈ પંચ તત્વોમાં વીહીન થઈ જાય છે, આત્મા જો માયાના ફંદ માંથી નીકળી સકે તો નવી યાત્રા શરૂ કરે છે, અને જીવ માયામાં રહેતો હજારો વર્ષ ભુત પ્રેત યોનિમાં ભુતકાળ માં ગરકાવ, બસ આજ છે સત્ય ,
ૐ શાંતિ 🕉️🙏💐
બસ ધીર ગંભીર બની કર્મ કરો, કોઈની મદદ ન કરી શકો તો વાંધો નહીં, પણ કોઈને નડો નહીં, કોઈના શુખ માં વધારો ન કરી શકો તો વાંધો નહીં, દુઃખનું કારણ ન બનો, કોઈ ખરાબ સારૂ હોતું નથી, પણ દરેકની પ્રકૃતી એક બીજાથી ભીન્ન હોય છે, કેટલાય જન્મના સંસ્કાર સાથે આત્મા શરીર ધારણ કરી જીવ આત્મા બને છે, નહીતર એકજ મા બાપની સંતાન , એક રાવણ એક વીભીષણ ન હોય, એક જન્મની ભુલ સુધારવા આત્માને નવો જન્મ ધારણ કરવો પડે છે, ગયા જન્મનો હિસાબ કિતાબ જેની લેણ દેણ હોય તે પુરી કરવા નવો જન્મ ધારણ કરવો પડે છે, કર્મ પીછો નથી છોડતા, એક કરમના ત્રણ ફળ ,ત્રણેય ભોગવેજ છુટકો છે, જેટલી જલ્દી સત્વને ધારણ કરુ સતો ગુણી બની કર્મ કરશો, એટલા જલ્દી આ જન્મ મરણના ફેરા માંથી મુક્ત બનશો, ભગવાન એટલે કોણ?? માણસને પણ એ દરજ્જો મળે છે, પણ કયારે તમારે એવા કર્મ કરવા પડે, પરોપકાર ના કાર્ય ,અને એ પણ નીસ્વાર્થ ભાવે, બાપ તો બધાનો એકજ છે ઓમકાર શીવ, અને માતા પણ એકજ ઓમકાર પ્રકૃતિ ઉમા,
પણ ધરા પર તેત્રીસ કરોડ દેવી દેવતા એમજ દેવ થઈ નહીં પુજાતા હોય, અરે આપણે ત્યા તો પાવળીયા બની ને પણ પુજાય છે , તો પીર ઓલીયા થઈ ને પણ, જેસલ તોરલ જેવાની સંતો ની સમાધી, બાપા સીતારામ, કે અલખના ધણી દેવીદાસ , કે જલારામ બાપા પણ પુજાય છે,
બસ દીલના ધની બની જીવન પરોપકાર માટે દુઃખી અને જરૂરિયાત મંદની મદદે ની સ્વાર્થ ભાવે ઉભા રહો , બને એટલા દુઃખ દર્દ કાપો, બસ કાયમ માટે અમર બની જશો, જન્મ મરણના ફેરા ત્યાજ પુરા,
બાકી ભગવાન કયાય નહીં મળે, એ તો બે શક્તીઓ છે પ્લસ અને માયનસ એક પુરુષ તત્વ અને એક નારી તત્વ જે અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલ છે, તમે સકારાત્મક લેશો તો બેડો પાર નકારાત્મક લીધી તો સર્વનાસ, એજ કર્મ નો સિદ્ધાંત ,જેસી કરણી વેસી ભરણી, સત્વ કે સતો ગુણ એજ ઓમકાર છે, એજ પ્રગતી સકારાત્મક ઉર્જા નો નાદ છે , એજ પર ભ્રહમ છે, એજ પ્રકૃતી ની ઉત્પત્તિ જન્મ પાલન અને પોષણ અને અંત ની પ્રક્રિયા અને પુનઃ જન્મ નો શ્રોત છે,
બાકી બધાએ તપોવની બની તપ થી સેવા ભક્તી થી શક્તીઓ અર્ચીત કરી છે, બધા અવતારી છે, અજન્મા એકજ માતા પિતા શીવ શક્તિ છે, એને સોધવા હોય તો લોકોની શ્રધ્ધા વિશ્વાસ ભક્તી સદ ભાવના, જરૂરીયાત મંદની આશામાં , એમની સેવા મદદથીજ દેખાશે.