હાઈરાઈઝ બિલ્ડિંગમાં લિફ્ટ હોવા છતાં, સંકટ સમય માટે, ફરજિયાત સીડી હોય છે. જ્યારે,
મનુષ્ય જીવનમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવા લીફ્ટ તો બિલકુલ નહીં, પરંતુ એવી કોઈ સીડી પણ નથી હોતી, એ સીડી પણ જાતે બનાવવી પડે છે,
અને જો કદાચ, છળકપટથી, બનાવેલી લિફ્ટ આપણને એકવાર એ ઉચ્ચ સ્થાન પર લઈ પણ જાય તો, પછી સંકટ સમયમાં, ત્યાંથી
નીચે આવવા આપણને કોઈ સીડી તો નહીં, પરંતુ એવા સમયે, આપણી પાસે, હેઠા પડ્યા સિવાયનો બીજો કોઈજ વિકલ્પ રહેતો નથી.
-Shailesh Joshi