વગર માંગ્યે , બસ મનની વાત જાણી , જે ઈચ્છું તે આપનાર , કયારેય કોઈ વાતે ન નીરાશ કરનાર હે અલખ ધણી, હે શીવ ઓમકાર, હું ગૃહસ્થી સંસારી હોવા છતા , તને આટલો પ્રીય ? હે પરમ પિતા તારી દયા કરુણા પ્રેમ નો હું હકદાર બન્યો , જીવનનો આ ફેરો મારો ફળ્યો , હું ધન્ય થયો, જેણે સંભાળ માટે કુળદેવી રૂપે, ઉમા અવતારી વેરાઈ નામે મૉં આપી હોય અને
જેને બાપ તું સાક્ષાત હાજરા હાજર હોય તેને બીજું શું જોઈએ?
મન શિવોમય બન્યું , જય ઓમકાર પિતા💐🕉️🙏