"એક દિવસ"
એક દિવસ એ આવશે મને ખબર હતી,
એક દિવસ તેમની ને મારી મુલાકાત થાશે મને ખબર હતી.
એક દિવસ મીઠા શબ્દોની,આપ લે થાશે મને ખબર હતી,
એક દિવસ તેમની ને મારી વાત પાકી થાશે મને ખબર હતી.
એક દિવસ સપ્તપદી માં મારી સાથે પગરણ કરશે મને ખબર હતી,
એક દિવસ તેમની ને મારી જન્મો જનમની પ્રીત બંધાશે મને ખબર હતી.
એક દિવસ તેમના નામ સાથે મારૂ નામ જોડાશે મને ખબર હતી,
એક દિવસ તેમના ને મારા પારિવારિક સમન્વય થાશે મને ખબર હતી.
એક દિવસ "સ્વયમભુ" મારા દિલ ની સાથે,
તે મારા ઘરની રાણી થાશે મને ખબર હતી..!
-અશ્વિન રાઠોડ - "સ્વયમભુ"