ગુજરાતી કહેવત સંપુટ.
માનવી પાસે લિખિત ભાષા નહોતી ત્યારે મૌખિક યા બોલચાલની ભાષા વ્યવહારૂ હતી.
આ ભાષા એટલે કહેવતની ભાષા. લોકવ્યવહારમાં કેટલીક કહેવતો સુભાષિતો, મુક્તક
જેવા પદ્યાત્મક સ્વરૂપમાં પણ ચલણી બની અસ્તિત્વમાં આજે પણ ઉપલ્બ્ધ છે. તોડા નમૂના રૂપેઃ-
૧) પહેલો મૂરખ ઠેકે કૂવો, બીજો મૂરખ તે રમે જૂઓ,
ત્રીજો મૂરખ તે બહેનને ઘેર ભાઈ,ચોથો મૂરખ તે ઘરજમાઈ.
૨) પહેલ વર ભાંગે હાડ, બીજવર લડાવે લાડ્,
ત્રીજવર કલ્લી સાંકળા, ચોથવર મરણ લાકડા.
૩) ખાય તેનો ખૂણો,પીએ તેનું ઘર,
સૂંહે તેના કપડાં એ ત્રણે બરોબર.
૪) ડાહ્યો પીએ દૂધ, કેળવાયેલો પીએ કોફી,
ચતુર પીએ ચ્હા, મૂર્ખો હોય તો કહે 'ના.
૫) વાતે રીઝે વાણિયો,રાગે રીઝે રજપૂત,
બ્રાહ્મણ રીઝે લાડવે,ડાકલે રીઝે ભૂત.
૬) સઈ ચોરે કપડું, 'ને સોની ચોરે રતી,
હજામ બાપડો શું ચોરે, માથામાં કંઇ નથી.
૭) અમદાવાદી હરામજાદી, ખંભાતી ગોઝારી,
વડોદરાની વાંકી નારી, સૂરતની બલિહારી.
૮) ઑડ ઉમરેઠના ઊંડા કૂવા, દીકરી દે તેનાં મા-બાપ મૂઆ.
૯) જ્યાં હોય હાડીયો, ત્યાં નારીયો.
૧૦) નવ નડીયાદી, સાત સૂરતી,
પાંચ પેટલાદી બરાબર એક અમદાવાદી.
🙏