નયન ચકચૂર છે, મન આતુર છે
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે..”
“ગગન તો મસ્ત છે, સૂરજનો અસ્ત છે..
વિખરાયેલા વાળ તમારા કેવા અસ્તવ્યસ્ત છે”
અને
“નયન ચકચૂર છે, મન આતુર છે
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે..”
“કદી સીધી કદી વાંકી નજર રાખી જિગરને ઘર
તમે જાતે જ આવ્યા છો અમારા દિલની અંદર
ક્યાં દૂર છે મળ્યાં જ્યાં ઉર છે..
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે.”
“ભર્યું કુમકુમ ભાલે આંખમાં સુરમો સજાવ્યો છે
કહી દો ક્યાં ઘૂંઘટમાં ચંદ્ર પૂનમનો છુપાવ્યો છે..
વળી બીજી રચનામાં કહે છે કે,
“છલાછલ આંખનું આકાશ મસ્તીખોર છે..
ઘૂંઘટમાં વીજળીને કંઠ રમતો મોર છે..
“ કરું હું શું તમારી આંખની આદત નિરાળી’તી
અમે પણ ઝૂરી ઝૂરીને વિરહમાં રાત ગાળી’તી”
.......શ્રી અવિનાશ વ્યાસ
....... ફીલ્મ:- “મહેંદી રંગ લાગ્યો,”