ચિંતાનો વિષય એટલો જ કે જયાં જયાં નજર કરો ત્યાં
‘અંધશ્રદ્ધા મેન્યુફેક્ચરિંગ કંપની અનલિમિટેડ’ની સંખ્યા વધી રહી છે. પરિશુદ્ધ આસ્તિકતા અને પરિશુદ્ધ નાસ્તિકતા જેવી સુંદર બાબતોમાં પ્રદુષણ પેસી ગયું છે.શદ્ધા પવિત્ર છે, પણ શ્રદ્ધામાં પેઠેલું પ્રદુષણ પવિત્ર ન હોઇ શકે. ગંગા પવિત્ર ખરી, પરન્તુ એમાં પેઠેલું પ્રદુષણ અપવિત્ર ! એ પ્રદુષણને અપવિત્ર ગણવું એ જ ખરી ધાર્મિકતા છે.શદ્ધા એ જ આપણો પ્રાણવાયુ!
🙏