ભગવદ્ ગીતાનો સંક્ષિપ્ત સાર.
જીવનમાં આટલો સંઘર્ષ તો પણ કોઈને ય જન્મકુંડળી નથી બતાવી. ન કોઈ ઉપવાસ કર્યા,ન ખુલ્લા પગે ચાલવાની બાધા માની,ન ઘરની બહાર લીંબુ-મરચા બાંધ્યા. મેં તો યજ્ઞ કર્યો ફક્ત કર્મનો જ.યુધ્ધના ભૂમિમાં જ્યારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાંખ્યા. ન અર્જુનના જન્માક્ષર જોયા, ન કોઈ મુહૂર્ત જોયું, ન કોઈ દોરો કે તાવીજ આપ્યા.
બસ પાર્થને એટલું જ કહ્યું, આ તારું યુધ્ધ છે, તારે જ લડવાનું છે, હું માત્ર તારો સારથી, કર્મ માત્ર તું કર, માર્ગ જ હું બતાવીશ. મારું સુદર્શન ચક્ર ચલાવી સંહાર કરી શકત પૂર્ણ કૌરવસેનાનો. અર્જુન તારું ધનુષ્ય ઉપાડ. તારા તીર તું ચલાવ. હું આવીને ઉભો રહીશ - કોઈને કોઈ સ્વરૂપમાં તારા પડખે તારી સાથે તારો સારથી બનીને. દુનિયાની તકલીફોમાં તું જાતે લડ. હું હંમેશાં તારી આગળ ઉભો હોઈશ. તું સારા કર્મ કર તારી તકલીફોને હું હળવી કરીશ. બસ હું આવું ત્યારે તું મને ઓળખજે.
ગીતાનો સંક્ષિપ્ત સાર એ જ કે, નથી જોઈતા તારા કોઈ ઉપવાસ, કોઈ માનતા કે નથી બાધા જોઇતી માત્ર શુધ્ધ કર્મ કર. ખુલ્લા મનથી જીવનને આવકાર. પ્રત્યેક ક્ષણને ભરપૂર
❤️ 🙏