આત્મા / પરમાત્મા.
જો સૃષ્ટિનો કર્તા પરમાત્મા હોય તો એ એવા પરમાત્માને આનંદ માટે
જીવીત પ્રાણીઓની હિંસા કરી તેમના લોહીનો એણે અભિષેક આપવાના
આખા વિચારને બૌધ્ધધર્મ અને જૈન ધર્મે ખોટો ઠેરવ્યો છે.અને આજ સત્ય છે,
એમણે બંન્નેએ પશુ હિંસાનો વિરોધ કર્યો પરન્તુ આમ કરવામાં એમણે તો
પરમાત્માને એના સાચા સ્થાને પુનઃસ્થાપિત કર્યા છે,એમણે બંન્નેએ એક એવા
અનંત અને નિશ્ચિત નૈતિક નિયમની રજૂઆત કરી અને સમસ્ત સૃષ્ટિપર એનું
આધિપ્ત્ય પ્રવર્તે છે.એમનો આ નિયમ એજ પરમાત્મા છે, આમ મહાવીરે
આત્મા એજ પરમાત્મા છે તેમ કહ્યું, પથરામાં પૂરેલા તે પરમાત્મા નથી અને
નથી,આ એક નંબરનું અસત્ય છે.