त्रिंशद्धाम वि राजति वाक्पतङ्गाय धीयते ।
प्रति वस्तोरह ध्युभिः ॥ (सार्पराज्ञि)
એ સૂર્ય દિવસની ૩૦ ઘડીઓમાં પોતાના તેજથી અત્યંત પ્રકાશમાન રહે છે. એ સમયે વેદત્રયીરૂપ સ્તુતિઓ સૂર્યને પ્રાપ્ત થાય છે.
આ શ્લોકમાં સ્પષ્ટપણે સૂર્ય પ્રકાશ હોય એવા એક દિવસની ૩૦ ઘડીઓ હોવાનો ઉલ્લેખ છે. સૂર્ય સિદ્ધાંત પ્રમાણે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીના સમયને ૩૦ ભાગમાં વહેચવામાં આવે છે. આ પ્રત્યેક ભાગને ઘડી કહે છે. આમ ચોક્કસ કહી શકાય કે, સામવેદ કાળમાં ઘડીની ગણતરી પ્રચલિત હશે. વળી, ૩૦ અંકનો ઉલ્લેખ સુનિયો