અરે !
ચાલશે રે.
કંઈ જ પૂછ્યા વિના
પ્રશ્નો કર્યા વિના
જવાબોની પ્રતીક્ષામાં મનમાં ને મનનાં
ઝૂરાપા વિશે કહ્યા વિના
'તુૃં ઠીક છે?' ની ઉક્તિને
જરા જરા વારે ઉચ્ચાર્યા વિના
ભાગતી-દોડતી
પૂર જેવી જિંદગીમાં
તારા પ્રેમાળ સ્મિતની લડીઓનો
પુલ બાંધીને
એમાં
સંતાઈ ગયા વિના
પ્રેમના અનુભવની ખુબસૂરત દુનિયાને
આલેખ્યા કે જીવ્યા વિના પણ...
જીવી તો જવાય જ છે ને !
જો ને,
મૃતદેહ પર વહાવાતાં અશ્રુ
પથ્થર પર પાણી
શાને કહેવાતાં હશે...?!
#અનુ_મિતા
#નિર્મોહી_અને_હું_