ચોરી !
“જેઓ ગરીબ છે,બેકાર છે,અશિક્ષિત છે, લાભોથી વંચિત છે એ કમનસીબ માણસો ચોરી કરવા, અસ્તિત્વના નિભાવ અર્થે ખોટું કરવા પ્રેરાય તો એ સમજી શકાય તેવું છે, પરન્તુ જેમની પાસે ઘણું છે, સમક્ષ છે,શિક્ષિત છે, લાભાન્વિત છે, પ્રતિષ્ઠિત છે એ બધા ‘સફેદ જૂઠ’ (વ્હાઇટ લાયઝ) માં જોડાય ત્યારે શું સમજવું? એ ચોરીને વ્યાજબી કેવી રીતે? ઠેરવવી? એ ગરીબ તો વ્યાજબી કારણ હોવા છતાં, ચોરી કરતાં પકડાઇ જાય અને એને કડક સજા પણ થાય, પરન્તુ જેઓ પાસે ઘણું છે તેઓ ચોરી કરે, અને ચોરી કર્યા પછી પકડાય પણ નહીં કે પછી પકડાય તો દંડ ભરી છૂટી જાય એ ચોરીને ચોરી નહીં તો બીજું શું કહેવાય ?”