ઠાકરદ્વારની ઝાલરો ઉપર સંધ્યાની આરતીના ડંકા પડ્યા ત્યારે અંધારે અંધારે લપાઇને ઓઢા-હોથલે
https://youtu.be/tHl-HuGXMsc
એનાં બે બાળકો સાથે પોતાની વહાલી જન્મભોમને પાદર આવીને વિસામો કર્યો.
“હોઠલ ! કિયોરનાં ઝાડવાં તો લળી લળીને વારણાં લે છે. વાયરા બથમાં લઇને ભેટી રહ્યાં છે. ધરતીયે સગી જનેતા જેવી ખોળો પાથરે છે. આહાહાહા! હોથલ, જનમભોમની માયા તો જો !”
“ઓઢા જામ !” હોથલ હસી :”હવે માનવીના આવકાર કેવાક મીઠા મળે છે તેટલું ગામમાં જઇને તપાસી આવો. અમે આંહીં બેઠાં છીએ.”
“કાં ?”
“ઓઢા, ઠીક કહું છું. માનવીના હૈયામાં મારગ ન હોય તો છાનાંમાનાં પાછા વળે જશું.”