*ચાલને આજ અદલા બદલી કરીએ...*
તુ બને માણસ ને, હું ભગવાન,
પડે ખબર બેય ને, ક્યાં મળે આરામ...
તુ ચલાવે ઘર ને, હું દુનિયા,
પડે ખબર બેય ને, થાકી ક્યાં જવાય..
તું ચાલે જમીન પર, ને હું આકાશ,
પડે ખબર બેય ને, હાંફી ક્યાં જવાય...
તુ રહે ભીતરમાં ને, હું બહાર,
પડે ખબર બેય ને, *શ્વાસ ક્યાં રૂંધાય...*
તને લાગે હું કરું ને, મને લાગે હું,
પડે ખબર બેય ને, થાય આ સઘળું શું...
તું રહે મોત ના ડર માં ને, હું અમર,
પડે ખબર બેય ને, જવું અંતે ક્યાં...
*ચંદ્રકાન્ત મહેતા*💐💐
-Kinar Rana