તુૃં છે ને
આટલો પ્રેમ ન કર મને.
ન પૂછ્યા કર મને મારી તબિયત વિશે
હું ઠીક જ હોઉં છું
તને પૂછું છું ક્યારેય હું?
પૂછીશ પણ નહીં.
માની જ લઈશ કે તું ઠીક જ હોઈશ.
તુૃં સમજ !
મારાથી તારું
આમ ઢોળાવું ઝીલાતું નથી.
હું કહેવા માંગું છું તને
કે તારી જેમ
તારા જેટલું, તને ચાહવું
તને તારી જેમ, નિષ્કામ અનુભવવું
મારા માટે શક્ય નથી
અથવા
હું એવું ઈચ્છતો નથી.
તારા માટે મારે તડપવું નથી,
રડવું નથી,
મારે તારા પ્રેમમાં પડવું જ નથી.
અને એટલે જ
રોજેરોજ આવતું તારું શુભસવાર ને શુભરાત્રિ
નજરતળેથી
કાઢી નાખું છું હું.
તુૃં, સમજે છે ને?
તુૃં રીસાઈ શકે છે, કૃદ્ધ થઈ શકે છે.
પણ તોય
હું એમ જ કહીશ
કે તુૃં છે ને
આટલો પ્રેમ ન કર મને...
#નિર્મોહી_અને_હું_